गुजराती शायरी | Gujarati Shayari 2022

Hello my dear friends, how are you today we are going to share the best gujarati shayari collection for you which you must share with your friends, girlfriend, boyfriend etc. These are the best ગુજરાતી શાયરી which you will definitely love and enjoy reading.

Gujarati is the 5th largest speaking language in india and there are many gujarati readers who were demanding for this shayari collection so without wasting any time let’s read this  wonderful and best gujarati shayari collection.

Table of Contents:

Gujarati Shayari

गुजराती शायरी

gujarati shayari

તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે ,
આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે છે ,
તમને મળવાની દિલમાં તમ્મના છે ,
પણ શું કરું ?
અમારા નસીબ તો જુઓ એ ક્યાં જાગે છે.


અરમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.

વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.

તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.


એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…

હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો
કે
એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…


મનના ઊંડાણ માં વર્ષો ના અંધારા,
ને બહાર ઝળહળતા સ્વપ્નો એવું પણ બને.

આપણે ક્યાં પરિચિત હતાં એક બીજા થી.
વીતી જાય વર્ષો ફરી અજાણ્યા એવું પણ બને .

કોને કહ્યું નથી રહી શક્તિ જુજ્વાની .
અમે જન્મ્યાંજ સંઘર્ષો માં એવું પણ બને.

પ્રેમ કર્યો વ્હાણા વીતી ગયા .
આવે તે યાદ દરેક ક્ષને એવું પણ બને.


ખબર નથી એને હું શું કહી ગયો,
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો..

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે,
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો


રોમેન્ટિક લાઈન એક નાના બાળક દ્વારા:
હું તને રોજ ભૂલવા ની કોશિશ કરું છું
પણ શું કરું મમ્મી રોજ બદામ ખવડાવી દે છે
અને તારી યાદ આવી જાય છે..


સ્મિત જો ઘાયલ કરે; નોંધાય નહિ,
પ્રેમ સામે પંચનામુ થાય નહિ.

શેલ્ફ લાઇફ સ્પર્શની લંબાવવા,
ટેરવાં કઈ ફ્રીઝમાં સચવાય નહિ.

હોય એક્સિડન્ટ પોલીસી છતાં,
બે નઝર ટકરાય; ક્લેઇમ થાય નહિ.


પાંદડું તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.

સ્નેહ ઓછો નથી કોઈનો પણ,
એક જણ કેમ ખાસ લાગે છે?


છીછરા નીરમાં હોય શું ના’વું ?
તરવા તો મઝધારે જાવું,

ઑર ગાણામાં હોય શું ગાવું ?
ગીત ગાવું તો પ્રીતનું ગાવું !


વરસો વીતી ગયા વાત ને
પણ, હજીયે એ મનમાં હતી,
અને ક્યાં ખબર હતી કે એં
હજીયે ક્યાંક કોઈ ગમ માં હતી.


સફેદ પડી ગઈ હતી ઝાંખ,
છતાય, ચમક આંખ માં હતી
અને ક્યાં ખબર હતી કે એં
આંખ ના પોપચામાં હતી.


નાખુશ થયા એં જોઇને અમને
જયારે મુખ પર મારા હસી હતી,
અને ક્યાં ખબર હતી કે એં
રુદન માં પણ બની હસી એં વસી હતી.


ગુણાંક ન મળ્યાની જાણી વાત ને
સમય સૂચક ગણી એં પ્રેમ માં અટકી ગયા
અને ક્યાં ખબર હતી કે એં મુલાકાત
બની પડછાયો ક્યાં પીછો છોડતી હતી


નથી હું એનો કે હવે એં મારી
વાત ક્યાં આ દુઃખ ની હતી
અને ક્યાં ખબર હતી કે
સાથે જ રહેવું એંજ ક્યાં ઝીંદગી હતી.


એવુ નથી કે..
જોર નથી મારી પાંખમાં ..
પણ..
બસ ઉડવુ ગમતુ નથી..
કેદ થયા પછી તારી આંખમાં..


સુકાયેલા પાંદડાને
પવન સાથે પ્રેમ થઇ ગયો.
હવે,
સવાલ જો હોય મિલનનો,
તો, જવાબમાં
એને ખરવુ પડશે !


તમારાં આજ અહીં પગલાં થવાનાં,
ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઇ છે.


તારી ઍક યાદ જાણે ઘાયલ બની ગઈ,
પ્રેમથી પીધેલી ઘુંટ જાણે શરાબ બની ગઈ.
મોજાઓ ઉછળવાનુ ભૂલી ગયા,
ને જાણે સાગરની મસ્તી પણ ઓટ બની ગઈ.


કોરા કાગળમાં કઈક આમ લખુ છું,
મોગરાના તેજને પણ શ્યામ લખુ છું,
ઉડી ન જાય સુવાસ તારી,
ઍટલે બંધ ઍકાન્તમાં પણ નામ લખુ છું


તારી યાદોને હવે રોકી શકતો નથી,
તને જોયા વગર હવે રહી શકતો નથી,
કોણ જાણે કયું જાદુ કરી બેઠી છે મારા પર.. .
તારા વગર આ જિંદગી હવે જીવી શકતો નથી ને તને પામ્યા વગર મરી પણ શકતો નથી.


તમને જોઇને પ્રેમ કરવાનું મન થાય છે
એકવાર તમને મળવાનું મન થાય છે
આજસુધી જેનો કર્યો નથી અનુભવ
તારી સાથે પ્રેમનો અનુભવ કરવાનું મન થાય છે.


આજે ફરી તેને મલવાનુ મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ,
કે આજે ફરી રડવાનું મન થાય છે….


પૂનમની રાતે ચાંદની વળ ખાતી હતી,
શીતળતાભર્યા સ્પર્શથી રાત મલકાતી હતી,
તારા ગુલાબી મુખ પર શરમના ફૂલ,
એની મદહોશી જોઈ શરમ, શરમાતી હતી.


લખેલા શબ્દ લીટા મારવા થી ભૂસાતા નથી,
દિલ માં પ્રેમ ના મોજા એમ જ ઉભરાતા નથી,
સબંધો નક્કી થયા હોય છે ઉપર થી જ,
એટલે તો આપને એક બીજા ને ભૂલતા નથી.


હર પળ છે મને તારી જ ઝંખના,
યાદ છે તારી જ સદા મારા મન માં,
તું પાસ હો કે પછી હો ભલે દૂર પણ,
તું તો સમાયી છો મારી રગ- એ – રગ માં….


સુંદર સપનાનો સહારો મળ્યો
સપનામાં રુડો પ્રેમ બાગ મળ્યો
હવે નથી તમન્ના કાંઇ મેળવવાની
બસ તમને જોયાને સુગંધનો દરિયો મળ્યો.


અમનેય શ્રદ્ધા હતી તમારી આંખો પર,
હવે તેમાય ઉતારા થઇ નથી શકતા,
દિલ ની લેતી દેતી એક વખત થાય છે,
ધારીએ તોય લુટારા થઇ નથી શકતા…


હોઠ પર રમતુ હતુ તે નામ છોડી જાઊ છુ,
તે સંબંધો થી ભરેલુ ગામ છોડી જાઊ છુ;
જે હતુ તે ગટગટાવી ને પી ગયો છુ દોસ્તો,
ને હવે બસ ખાલી પડેલો જામ છોડી જાઊ છુ…..


જીવનમાં કાશ એવી એક રાત આવી જાય
સમય પણ અમને બંનેને સાથે જોઈને ત્યાં જ થોભી જાય
હુ ચૂપ રહુ તૂ પણ ચૂપ રહે
કુદરત પણ આપણા પ્રેમ આગળ નમી જાય.


સુકાયેલી નદીના ક્યાંકથી પગરણ મળી આવે
વિખૂટું થઈ ગયેલું એ રીતે એક જણ મળી આવે
ઘણા વરસો પછી, વાંચ્યા વગરની કોઈ ચિઠ્ઠીમાં
‘તને ચાહું છું હું‘ બસ આટલી ટાંચણ મળી આવે.


ઈન્તજારમાં બિછાવી છે મેં પાંપણો,
હ્રદય ધડકે છે સતત તમારી યાદમાં,
ઝંખે છે રોમ રોમ કાયમનું મિલન,
ખુશ્બૂ સમાઈ જાય જેમ ગુલાબમાં.


હિંમત કરીને હા પડી છે હવે નિભાવજો,
દુનિયાના મોંઢા નીચા કરીને દેખાડજો,
સર્વસ્વ તમને સોંપી દીધું હવે નિરાંત છે,
યોગ્ય લાગે તો મને છાતી સરસી ચાંપજો.


મહોબ્બતમાં હવે મારો પરિચય આ પ્રમાણે છે,
અજાણ્યાં થઈ ગયાં છે એ, મને જે ખાસ જાણે છે.
દીધો’ તો સાથ જેણે, એ જ ખુદ લૂંટી ગયા અમને,
જરા સાવધ-વધુ જોખમ અહીં તો ઓળખાણે છે.


તારી યાદોને હવે રોકી શકતો નથી,
તને જોયા વગર હવે રહી શકતો નથી,
કોણ જાણે કયું જાદુ કરી બેઠી છે મારા પર.. .
તારા વગર આ જિંદગી હવે જીવી શકતો નથી ને તને પામ્યા વગર મરી પણ શકતો નથી.


તમને જોઇને પ્રેમ કરવાનું મન થાય છે
એકવાર તમને મળવાનું મન થાય છે
આજસુધી જેનો કર્યો નથી અનુભવ
તારી સાથે પ્રેમનો અનુભવ કરવાનું મન થાય છે.


આજે ફરી તેને મલવાનુ મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ,
કે આજે ફરી રડવાનું મન થાય છે.

Final Words

So my dear friends, these were the best gujarati shayari collection for you ( गुजराती शायरी ), if you really loved our shayari then please share it with your friends, girlfriend and boyfriend on whatsapp and facebook.

Also please if you do have any other gujarati shayari then please share in the comment section and we will include your shayari in this article. Please don’t forget to give 1 like and also share your thoughts in the comment section and we will give reply to each and every comment we get. Thank you friends.

Share this...

Similar Posts

Leave a Reply

Your email address will not be published.